આ હદીષમાં નબી ﷺ એ હદીષે કુદસીમાં જણાવ્યું કે સર્વ શ્રેષ્ઠ અલ્લાહ તઆલાએ મુશરિકો અને કાફિરો વિષે જણાવ્યું કે તેઓએ મને જૂઠલાવ્યો, અને અલ્લાહ માટે ખામી વર્ણન કરી જો કે આમ કરવું તેમનો અધિકાર ન હતો, બસ અલ્લાહને જૂઠલાવવું: અલ્લાહ તેમને તેમના મૃત્યુ પછી ફરી વાર જીવિત નહીં કરી શકે, જેમકે તેમને બિનઅસ્તિત્વ માંથી પહેલી વખત જીવિત કર્યા હતા, તો અલ્લાહ તઆલાએ તેમને જવાબ આપ્યો કે જેણે સર્જન કરવાની શરૂઆત કરી છે, શું તે બીજી વખત સર્જન કરવા પર શક્તિ નથી ધરાવતો? જો આ કાર્ય અલ્લાહ માટે છે, તો તેના માટે પહેલી વખત સર્જન કરવું બીજી વખત સર્જન કરવું બંને સરખું છે, અને અલ્લાહ દરેક વસ્તુ પર સંપૂર્ણ કુદરત ધરાવે છે. અને અલ્લાહને ગાળો આપવાનો અર્થ: તેના માટે સંતાન છે, તો અલ્લાહ તઆલાએ તેનો જવાબ આપ્યો કે તે અહદ છે, અર્થાત્: પોતાના દરેક નામો, ગુણો અને કાર્યોમાં એકલો છે, અને તે દરેક પ્રકારની ખામીઓથી પાક છે, તે સમદ છે, અર્થાત્: જે કોઈનો મોહતાજ નથી, અને દરેક લોકો તેના મોહતાજ છે, જે ન તો કોઈનો પિતા છે ન તો કોઈની સંતાન, ન તો તેના જેવું કોઈ હતું ન છે, અને અલ્લાહ તઆલા દરેક પ્રકારની ખામીઓથી પવિત્ર છે.