અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અમે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હતા કે અચાનક એક અવાજ સંભળાયો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું તમે જાણો છો કે આ શાનો અવાજ છે?» અમે કહ્યું અલ્લાહ અને તેનો રસૂલ વધુ જાણે છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ એક પથ્થર છે, જે સિત્તેર વર્ષ પહેલા જહન્નમમાં ફેંકવામાં આવ્યો હતો, હમણાં તે નીચલા ભાગ સુધી પહોંચ્યો છે, અને તેમે તેનો અવાજ સાંભળ્યો». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક ભયાનક અવાજ સાંભળ્યો, જેવું કે કોઈ વસ્તુ નીચે જોરથી પડી રહી હોય, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે બેઠેલા સહાબાઓને આ અવાજ વિશે સવાલ કર્યો, તેઓએ કહ્યું: અલ્લાહ અને તેનો રસૂલ વધુ જાણે છે. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: આ ભયાનક અવાજ જે તમે સાંભળ્યો, તે એક પથ્થરનો અવાજ છે, જે આજથી સિત્તેર વર્ષ પહેલાં જહન્નમમાં નાખવામાં આવ્યો હતો, હમણાં તે જહન્નમની નીચે પહોંચ્યો છે, જેનો તમે અવાજ સાંભળ્યો.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • આ હદીષમાં નેક અમલ કરી આખિરતની તૈયારી કરવા તરફ ધ્યાન દોર્યું છે, તેમજ જહન્નમથી સચેત કર્યા છે.
  • જેના વિશે માનવી ન જાણતો હોય તેની નિસ્બત અલ્લાહ તરફ કરવી સારી વાત છે.
  • વાતને સારી રીતે સમજાવવા માટે વાતને વર્ણન કરતા પહેલા શિક્ષકે લોકોમાં દિલચસ્પી અને ધ્યાન કેન્દ્રિત કરાવવું જોઈએ જેથી તેઓ સમજી શકે.
explain-icon

વધુ