આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જન્નતમાં છેલ્લા દરજ્જાના વ્યક્તિને કહેવામાં આવશે, તું ઈચ્છા કર, તે પોતાની ઈચ્છા જાહેર કરશે, અહીં સુધી કે તે પોતાની દરેક ઈચ્છાઓ જાહેર કરશે, એક પણ ઈચ્છા તેની બાકી નહીં રહે, તેને કહેવામાં આવશે: શુ તારી ઈચ્છા પૂરી થઈ ગઈ? તે કહેશે: હા, તેને કહેવામાં આવશે: જેટલી તે ઈચ્છા કરી તે બધી જ પુરી કરવામાં આવશે અને તેની સાથે સાથે બીજી ઈચ્છાઓ પણ.