આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અજ્ઞાનતાના કેટલાક અમલથી રોક્યા છે અને તેનાથી સંપૂર્ણ બચવાની તાકીદ કરી છે, કહ્યું:તે અમારા માંથી નથી: પહેલું: જે ગાલ પર મારે, ચહેરા પર વધારે પડતો એરિયો ગાલનો છે, એટલે ગાલનું વર્ણન કરવામાં આવ્યું, નહીં તો ચહેરાનો પણ સમાવેશ થાય છે, ચહેરા પર પણ મારવાથી રોક્યા છે. બીજું: કપડાંમાં કાણું કરી સખત રીતે તેમાંથી માથું કાઢવાની કોશિશ કરવી. ત્રીજું: અજ્ઞાનતાના સમયની અવાજો, જેવા કે હાય, હલાકત, ચીખવું વગેરે.