અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા જણાવી રહ્યા છે કે હું હજજતુલ્ વિદાઅના સમયે યવ્મુન્ નહરના દિવસે સવારે રમ્યે જમરહ કરતી વખતે નબી ﷺ સાથે હતો, તો નબી ﷺએ મને કાંકરિયો ભેગી કરવાનો આદેશ આપ્યો, તો મેં નબી ﷺ માટે સાત કાંકરિયો ભેગી કરી, તેમાંથી દરેક કાંકરિયો ચણા બરાબર હતી, ફરી તે કાંકરિયોને નબી ﷺએ પોતાના હાથમા લીધી અને હલાવવા લાગ્યા અને કહ્યું: એક સરખી કાંકરિયો વડે કાંકરિયો મારો, ફરી નબી ﷺએ દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) અને ઉગ્રવાદથી તેમજ દીનની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાથી સચેત કર્યા; કારણકે પહેલાની કોમો દીન બાબતે અતિરેક અને ઉગ્રવાદ તેમજ દીનનું ઉલ્લંઘન કરવાના કારણે નષ્ટ થઈ ગઈ.