આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એવા શાસકો વિશે સવાલ કરવામાં આવ્યો, જેઓ લોકો પાસેથી પોતાનો અધિકાર સંપૂર્ણ રીતે લેશે, તેમની વાત સાંભળવા અને તેમનું અનુસરણ કરવા બાબતે, પરંતુ લોકોના અધિકાર પુરા નથી પાડતા, ઇન્સાફ કરી, તેમને ગનીમતનો માલ આપી, પીડિતને ઇન્સાફ અપાવવો, લોકોમાં સુધારો કરવા, તો આવા શાસકો વિરુદ્ધ તમે અમને શું આદેશ આપો છો? અમારે શુ કરવું જોઈએ? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મોઢું ફેરવી લીધું, જેવું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ બાબત નાપસંદ કરી, પરંતુ સવાલ કરનારે બે થી ત્રણ વખત સવાલ કરી દીધો, અશઅષ બિન કૈસ રઝી અલ્લાહુ અન્હુ એક સહાબી તેમની સાથે બેઠા હતા, તેઓ તેમને ખેંચવા લાગ્યા, જેથી કરીને ચૂપ થઈ જાય. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો, અને કહ્યું: તેમની વાત સાંભળો, તેમનો આદેશ માનો; કારણકે તેમને તેમની જવાબદારી બાબતે સવાલ કરવામાં આવશે, જેવું કે ઇન્સાફ વિશે, લોકોના અધિકાર પુરા પાડ્યા કે નહીં અને તમને તમારી જવાબદારી વિશે સવાલ કરવામાં આવશે, તેમના અનુસરણ વિશે, તેમનો અધિકાર પુરા પાડવા બાબતે, તેમના તરફથી મળતી તકલીફો પર સબર કરવા બાબતે.