હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર મારા પછી કેટલાક એવા લોકો તમારા આગેવાનો બનશે, જે જૂઠ બોલશે, અત્યાચાર કરશે, બસ જે વ્યક્તિ તેમની પાસે જઈ તેમના જૂઠને સત્ય બતાવશે અને અત્યાચારમાં તેમનો સહભાગી બનશે, તેનો મારી સાથે અને મારો તેની સાથે કોઈ સંબંધ નથી, અને તે મારી પાસે હૌઝે કૌષર પર પણ નહીં આવી શકે, અને જે વ્યક્તિ તેમના જૂઠને સત્ય નહીં બતાવે અને અત્યાચાર કરવામાં તેમનો સહભાગી નહીં બને, તો તે મારા માંથી અને અને હું તેના માંથી છું, અને તે મારી પાસે હૌઝે કૌષર પર પણ આવશે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે તેમના મૃયું પછી લોકો પર કેટલાક એવા આગેવાનો આવશે, જે પોતાની વાતોમાં જૂઠ બોલશે, જે વાત કહેશે તેને કરશે નહીં, અને આદેશોમાં જુલમ કરશે, બસ જે વ્યક્તિ તેમની પાસે જઈ તેમના જૂઠને સત્ય કહેશે, અને અત્યાચાર કરવામાં તેમનો સાથ સહકાર આપશે, અથવા તેમની નિકટતા પ્રાપ્ત કરવા માટે હશે, જેથી તેમની પાસે જે કઈ પણ છે તેને પ્રાપ્ત કરવાની આશા રાખે; તો હું તેનાથી અળગો છું, અને તે પણ મારી કોમ માંથી નથી, અને હું પણ તેના માંથી નથી, અને તે કયામતના દિવસે મારી પાસે હૌઝે કૌષર પર પણ નહીં આવી શકે, અને જે વ્યક્તિ તેમના જૂઠ ને સત્ય નહીં બતાવે અને અત્યાચાર પર તેમની મદદ નહીં કરે, તો તે મારા માંથી અને અને હું તેના માંથી છું અને તે કયામતના દિવસે મારી પાસે હૌઝે કૌષર પર પણ આવશે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • શાસકો પાસે જો કોઈ વ્યક્તિ તૌહીદ, માર્ગદર્શન અને બુરાઈને રોકવા માટે જાય; તો આ હેતુ ખાતર જઈ શકે છે, પરંતુ જો કોઈ અત્યાચારમાં તેમની મદદ કરવા માટે આવે અને તેમના જૂઠને સત્ય બતાવે તો આ કાર્ય નિંદનીય છે.
  • આ હદીષમાં આગેવાનોને તેમના અત્યાચાર પર મદદ કરનારા માટે ચેતવણી વર્ણન કરવામાં આવી છે.
  • આ હદીષ વર્ણવેલ ચેતવણી આ કાર્યની પ્રતિબંધતા દર્શાવે છે, અને તે કબિરહ ગુનાહ (મહાપાપ) માંથી છે.
  • આ હદીષમાં નેકી અને પરહેજગારીના કામોમાં સાથ સહકાર આપવા, બુરાઈ અને અત્યાચારના કામોના સાથ સહકાર ન આપવા પર ઊભાર્યા છે.
  • આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે હૌઝે કૌષરની પુષ્ટિ, અને તેમની કોમ તેના પર આવશે.
explain-icon

વધુ