અબૂ બકર સિદ્દીક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) લોકોને આ આયત વિશે જણાવી રહ્યા છે: {હે ઈમાનવાળાઓ ! પોતાની ચિંતા કરો, જ્યારે તમે સત્યમાર્ગ પર હશો તો કોઈ બીજાની ગુમરાહી તમારું કઇ પણ બગાડી નહીં શકે} [સૂરે અલ્ માઈદહ: ૧૦૫]. અને તેનાથી એવું સમજી રહ્યા છે કે માનવીની જવાબદારી ફક્ત પોતાનો સુધારો કરવાની ફિકર કરવાની છે, અને જો બીજું કોઈ પથભ્રષ્ટ થઈ રહ્યું છે, તો થતો રહે, તેનાથી તેને કઈ પણ નુકસાન નહીં પહોંચે, અને તેમના પર સારા કાર્યોનો આદેશ આપવાનો અને ખરાબ કાર્યોથી રોકવાની જવાબદારી નથી! તો તમે જાણી લો કે એવું નથી, મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને કહેતા સાંભળ્યા: નિઃશંક લોકો જ્યારે કોઈને જુલમ કરતાં જુએ અને તેને રોકવાની તાકાત હોવા છતાં પણ તેને ન રોકે, તો શક્ય છે કે અલ્લાહ તે સૌ પર સામાન્ય અઝાબ મોકલી દે, ખરાબ કાર્ય કરનાર પર પણ અને ચૂપ રહેવાવાળા લોકો પર પણ.