જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «જે લોકો પર રહેમ નથી કરતો તો તેના પર સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ પણ રહેમ નથી કરતો». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે લોકો પર રહેમ નથી કરતો તો અલ્લાહ પણ તેના પર રહેમ નહીં કરે, મખલૂક (સર્જન) પર રહેમ કરવું તે અલ્લાહની રહેમતનું સૌથી મોટું કારણ છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • દરેક સર્જન માટે દયા જરૂરી છે, અહીંયા લોકોનું વર્ણન તેમના તરફ ખાસ ધ્યાન આપવા માટે કરવામાં આવ્યું છે.
  • અલ્લાહ અત્યંત દયાળુ છે, અને પોતાના દયાળુ બંદા પર રહેમ કરે છે, આ હકીકતમાં બંદને તેના અમલ પ્રમાણે બદલો આપવાનું એક ઉદાહરણ છે, જે પ્રમાણે તેનો અમલ હોય.
  • લોકો પર દયા કરવી અર્થાત્ તેમને ભલાઈ પહોંચાડવામાં આવે, તેમની પાસેથી દુષ્ટતા દૂર કરવી અને તેમની સાથે માયાળુ વર્તન કરવું શામેલ છે.