આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ બે ભવ્ય મહત્ત્વતાઓ વર્ણન કરી રહ્યા છે: પહેલી: જે વ્યક્તિ સારી રીતે વઝૂ કરે, અને તે વઝૂને દરેક સુન્નત તરીકા વડે પૂર્ણ કરે, અને દરેક અંગો પર સંપૂર્ણ પાણી નાખે અને કોઈ અંગને સૂકો ન છોડે, ફરી કહે: "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ રસૂલુલ્લાહ" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) અલ્લાહના રસૂલ છે), તો તેના માટે જન્નતના આઠેય દરવાજા ખોલી દેવામાં આવે છે, તે જ્યાંથી ઈચ્છે પ્રવેશ કરી શકે છે. બીજી: જે વ્યક્તિ આ સંપૂર્ણ વઝૂ કરી, ફરી ઊભો થઈ, બે રકાઅત્ નમાઝ પઢે, સંપૂર્ણ નિખાલસતા અને ખુશૂઅ અને ખુઝૂઅ સાથે, અને દરેક અંગને ઈબાદતમાં ફક્ત અલ્લાહ માટે જ લગાવે, તો તેના માટે જન્નત વાજિબ (અનિવાર્ય) થઈ જાય છે.