અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે હાજર થયો, અને મારી સાથે મારા કબીલાના કેટલાક લોકો પણ હતા, અમારો હેતુ એ હતો કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને સવારી માટે ઊંટનો બંદોબસ્ત કરી આપે, જેના પર સવાર થઈ અમે જિહાદ (યુદ્ધ) માં ભાગ લઈ શકીએ, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કસમ (સોગંદ) ખાઈ લીધી કે હું તમને સવારી માટે જાનવર નહીં આપી શકું, અને આપની પાસે જાનવર ન હતા, તો અમે પાછા ફરી ગયા, અને થોડાક દિવસ સુધી રોકાઈ રહ્યા, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમારા માટે ત્રણ ઊંટોનો બંદોબસ્ત કરી આપ્યો, તો અમે લઈ આવ્યા, અમારા માંથી કેટલાક લોકો કહેવા લાગ્યા: આ ઊંટમાં અલ્લાહ આપણને બરકત નહીં આપે, કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપણને ઊંટ ન આપવા માટે કસમ (સોગંદ) ખાધી હતી, તો અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા અને આ વિશે સવાલ કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જેણે તમારા માટે સવારીનો બંદોબસ્ત કર્યો તે ઉચ્ચ અલ્લાહ છે; કારણકે તે જ તૌફીક આપનાર અને રોજી આપનાર છે, અને હું તો ફક્ત એક કારણ અને સ્ત્રોત છું કે મારા હાથ દ્વારા તમને સવારી મળી, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અલ્લાહની કસમ! ઇન્ શાઅ અલ્લાહ, હું કંઈ કામ કરવા અથવા છોડવા માટે કસમ (સોગંદ) નહીં ખાઉં, અને હું જોઉં છું કે જે વસ્તુ માટે કસમ ખાધી છે જો તેનાથી ઉત્તમ કોઈ વસ્તુ પ્રાપ્ત થશે, તો હું તે ઉત્તમ વસ્તુ અપનાવીશ, અને જે વસ્તુ પર કસમ ખાધી છે, તેને હું છોડી દઇશ, તેમજ કસમનો કફ્ફારો (પ્રાયશ્ચિત) પણ આપી દઇશ.