નબી ﷺએ કેટલાક સહાબાઓમાંથી કેટલાકને બોલાવ્યા અને ત્રણ વખત કહ્યું કે તેઓ કેટલીક જરૂરી વાતો પર બૈઅત કરે અને પ્રતિજ્ઞા લે: પહેલું: એક અલ્લાહની ઈબાદત એવી રીતે કરવી કે તેના આદેશોનું પાલન કરવામાં આવે અને તેણે પ્રતિબંધિત કરેલ કાર્યોથી બચવામાં આવે, અને તેની સાથે કોઈને ભાગીદાર ઠેહરાવવામાં ન આવે. બીજું: દિવસ અને રાતમાં પાંચ વખતની ફર્ઝ નમાઝ પઢવી. ત્રીજું: મુસલમાન હોદ્દેદારોનું ભલાઈના કામોમાં અનુસરણ કરવું અને તેમની વાત સાંભળવી. ચોથું: દરેક જરૂરત અલ્લાહ પાસે માંગવી અને લોકો સામે સવાલ કરવાથી અર્થાત્ હાથ ફેલાવવાથી બચવું, અને આ વાક્ય નબી ﷺએ ધીમા અવાજે કહ્યું. સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ આ જ પ્રમાણે કર્યું, જેની બૈઅત (પ્રતિજ્ઞા) નબી ﷺના હાથ પર કરી હતી, અહીં સુધી કે રિવાયત કરનાર કહે છે કે મેં તે સહાબામાંથી કેટલાકને જોયા કે જો તેમનું ચાબુક સવારી પરથી નીચે પડી જતું તો કોઈને કદાપિ ન કહેતા કે તે ચાબુક તેમના હાથમાં થમાવી આપો, પરંતુ તેઓ પોતે નીચે ઉતરી લઈ લેતા.