આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પાછળની કોમમાં અલ્લાહ તઆલાએ જેટલા નબી મોકલ્યા તેમની સાથે તેમની કોમના મહાન, મદદ કરનાર અને જિહાદ (યુદ્ધ) કરનાર તેમજ સદાચારી લોકો હતા, તેમણે નબીઓ પછી શાસનની યોગ્ય જવાબદારી ઉઠાવી, તેઓ સુન્નત પર અમલ કરતા અને નબીએ આપેલ આદેશ પ્રમાણે ચાલતા હતા, આવા સદાચારી લોકો પછી એવા લોકો આવ્યા, જેમનામાં કંઈ જ ભલાઈ ન હતી, તેઓ એવી વાતો કરતા, જે પોતે અમલ નહતા કરતા અને જે વસ્તુનો આદેશ આપતા તેને તેઓ પોતે નહતા કરતા, બસ જે વ્યક્તિ તેમની સાથે હાથ વડે જિહાદ (યુદ્ધ) કરશે, તે મોમિન છે, જે પોતાની જબાન વડે જિહાદ (યુદ્ધ) કરશે, તે મોમિન છે, જે પોતાના દિલથી જિહાદ (યુદ્ધ) કરશે તે પણ મોમિન છે, તે સિવાય અન્ય લોકો રઇના દાણા જેટલું પણ ઇમાન ધરાવતા નથી.