નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક ગામડિયાએ જે રણ પ્રદેશમાં રહેતો હતો: તેણે કયામતના સમય વિશે સવાલ કર્યો? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કયામત માટે નેક અમલ માંથી કેટલા અમલની તૈયારી કરી રાખી છે? સવાલ કરનાર વ્યક્તિએ કહ્યું: કોઈ મોટા અમલ નથી કર્યા, બસ હું અલ્લાહ અને તેના રસૂલ સાથે મોહબ્બત કરું છું, અને તેણે કોઈ પણ ઈબાદતનું વર્ણન ન કર્યું, જે ઈબાદતો દિલથી, શરીરથી અને માલ દ્વારા કરવામાં આવતી હોય, કારણકે તે બધી ઈબાદતો મોહબ્બતનો એક ભાગ છે, જેના કારણે બંદો ઈબાદત કરતો હોય છે, અને સાચી મોહબ્બત તેને નેક કામ કરવા માટે ઉભારે છે. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે જન્નતમાં તેની સાથે હશો, જેનાથી તમે મોહબ્બત કરતા હશો. આ ખુશખબર સાંભળી સહાબાઓ ઘણા ખુશ થઈ ગયા. ફરી અનસ રઝી. જણાવ્યું કે તેઓ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા સાથે મોહબ્બત કરે છે, અને તેમને આશા છે કે તેઓ તેમની સાથે જ હશે, જો કે તેમના અમલ તે લોકો જેવા ન પણ હોય.