નબી ﷺ એ જણાવ્યું કે દરેક અમલનો બદલો નિયત પર નિર્ભર છે, અને આ આદેશ દરેક અમલ માટે સામાન્ય છે, ઈબાદતમાં પણ અને વ્યવહારમાં પણ, જે વ્યક્તિ પોતાના ફાયદા માટે કોઈ અમલ કરશે તો તેને તેના ફાયદા માટે જ બદલો આપવામાં આવશે, અને જે વ્યક્તિ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા માટે કોઈ અમલ કરશે તો તે સંપૂર્ણ બદલો જરૂર પામશે ભલેને તે અમલ ખાવા અને પીવા માફક કોઈ સાધારણ અમલ જ કેમ ન હોય. પછી આપ ﷺ એ એક ઉદાહરણ આપી સમજાવ્યું કે અમલ કરવામાં નિયતનો કેટલો મોટો આધાર હોય છે, જાહેરમાં બન્નેની સ્થિતિ એક જ જેવી લાગે છે, જણાવ્યું કે જે વ્યક્તિ હિજરતનો ઈરાદો કરે અને તે પોતાના પાલનહારને ખુશ કરવા માટે વતન છોડશે તો તેની હિજરત શરીઅત પ્રમાણે કબૂલ કરવામાં આવશે તેને પોતાની સાચી નિયત પ્રમાણે સવાબ આપવામાં આવશે, અને જેનો હિજરત કરવાનો ઈરાદો દુનિયા પ્રાપ્તિ માટે હશે, માલ માટે, પદ માટે, વેપારધંધા માટે અથવા તો કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે હશે તો તેને ફક્ત તેની નિયત પ્રમાણે જ બદલો આપવામાં આવશે, તેના માટે આખિરતમાં કોઈ સવાબ અને નેકી લખવામાં નહીં આવી હોય.