આ હદીષમાં નબી ﷺએ આદેશ આપ્યો કે જો તમારી પાસે થોડું પણ જ્ઞાન હોય તો બીજા સુધી પહોંચાડો, ભલેને કુરઆનની નાની આયત હોય અથવા કોઈ હદીષ, પરંતુ શરત એ છે કે તમે જાણતા હોઇ. ફરી નબી ﷺ એ જણાવ્યું કે બની ઇસ્રાલના લોકોની તે સ્થિતિ વર્ણન કરવામાં કોઈ વાંધો નથી, જેનો આપણી શરીઅત સાથે વિરોધ ન હોય. ફરી નબી ﷺ એ પોતાના પર જૂઠ બાંધવાથી સચેત કર્યા, અને જણાવ્યું કે જે વ્યક્તિ પણ તેમના પર જૂઠી વાતો કહે છે તે પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે.