નબી ﷺ પોતાના કાકા અબૂ તાલિબ પાસે આવ્યા, જ્યારે તેમના મૃત્યુનો સમય નજીક હતો, તો નબી ﷺએ કહ્યું: હે કાકા ! "લા ઇલાહ ઇલ્લલ્લાહ" કહો, આ શબ્દ દ્વારા હું અલ્લાહ પાસે તમારા માટે ગવાહી આપીશ, તો અબૂ જહલ અને અબ્દુલ્લાહ બિન અબી ઉમય્યહ બન્નેએ કહ્યું: હે અબુ તાલીબ ! શું તમે અબ્દુલ મુત્તલિબનો દીન છોડી દેશો?! અને તેઓ મૂર્તિઓની પૂજા કરતા હતા, બરાબર તેઓ આ વાક્ય તેમને કહેતા રહ્યા અહીં સુધી કે અબુ તાલિબના છેલ્લા શબ્દો તે હતા કે તેઓ અબ્દુલ્ મુત્તલિબના દીન પર છે, જે શિર્ક અને મૂર્તિ પૂજાની ઈબાદત પર આધારિત હતો, તો નબી ﷺએ કહ્યું: હું તમારા માટે અલ્લાહ પાસે મગફિરત (માફી)ની દુઆ કરતો રહીશ,જ્યાં સુધી મને મારો પાલનહાર નહીં રોકે, તો અલ્લાહએ આ આયત ઉતારી: {પયગંબર અને બીજા મોમિનો માટે યોગ્ય નથી કે તેઓ મુશરિકો માટે માફીની દુઆ કરે, ભલેને તેમના નજીકના સંબંધી કેમ ન હોય ? જ્યારે કે એ સ્પષ્ટ આદેશ આવી ગયો છે કે મુશરિક લોકો જહન્નમી છે} [અત્ તૌબા: ૧૧૩], અને અબુ તાલિબ વિશે આ આયત ઉતરી: {હે પયગંબર) તમે જેને ઇચ્છો હિદાયત પર નથી લાવી શક્તા, પરંતુ અલ્લાહ તઆલા જ જેને ઇચ્છે, હિદાયત પર લાવે છે, હિદાયતવાળાઓને તે ખૂબ સારી રીતે જાણે છે}. [અલ્ કસસ: ૫૬], જેને તમે ઇચ્છતા હોવ તેને હિદાયતના માર્ગે લાવી નથી શકતા, તમારું કામ તો ફક્ત પહોંચાડી દેવાનું છે, અલ્લાહ જેને ઈચ્છે હિદાયત આપે છે.