સઅદ બિન હિશામ બિન આમિર જ્યારે આયશ રઝી અલ્લાહુ અન્હા પાસે ગયા, તો કહ્યું: હે મોમિનોની માતા ! અમને નબી ﷺ ના અખ્લાક વિશે જણાવો, આયશા રઝી અલ્લાહુ અન્હા એ કહ્યું: શું તમે કુરઆન નથી પઢયું? તેમણે જવાબ આપ્યો: કેમ નહીં, જરૂર પઢયું છે, આયશા રઝી અલ્લાહુ અન્હા એ કહ્યું: નબી ﷺ ના અખ્લાક કુરઆન (માં વર્ણવેલ આદેશો મુજબ) હતા. સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ એલ લાંબી હદીષમાં એક વાક્ય વડે રિયાયત કરી છે
explain-icon

સમજુતી

મોમિનો માતા આયશા રઝી અલ્લાહુ અન્હાને જ્યારે નબી ﷺ ના અખ્લાક વિશે સવાલ કરવામાં આવ્યો તો આયશા રઝી અલ્લાહુ અન્હા એ ખૂબ સારો જવાબ આપ્યો, તેણીએ સવાલ કરનારને કુરઆન તરફ ધ્યાન દોર્યું, જેમાં સપૂર્ણતાના દરેક ગુણોનો સમાવેશ થાય છે, આયશા રઝી અલ્લાહુ અન્હા એ કહ્યું કે નબી ﷺ ના અખ્લાક કુરઆન હતા, જે વસ્તુનો આદેશ કુરઆનમાં હતો તેને કરતા હતા અને જે વસ્તુથી કુરઆન રોકે તેનાથી રુકી જતા હતા, નબી ﷺ ના અખ્લાક કુરઆનના આદેશો પ્રમાણે હતા, તેમાં વર્ણવેલ હદ કાયમ કરવી, તેના અદબોનો આદર કરવો અને તેના ઉદાહરણો અને વર્ણવેલ કોમોના કિસ્સા પર ચિંતન મનન કરવું.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • નબી ﷺ ના અખ્લાકનું વર્ણન કરી લોકોને કુરઆનના નૈતિક આદેશો અનુસાર અમલ કરવા પર પ્રોત્સાહન આપ્યું છે.
  • નબી ﷺ ના અખ્લાકની પ્રશંસા, અને તે વાતનો ઉલ્લેખ કે નબી ﷺ નો અખ્લાક અપનાવવાનો સ્ત્રોત કુરઆન હતો જે વહી દ્વારા અલ્લાહ તરફથી ઉતારવામાં આવ્યું છે.
  • કુરઆન દરેક સારા અખ્લાકનું મૂળ છે.
  • ઇસ્લામ દીનમાં અખ્લાક દરેક સારા કાર્યો કરવા અને ખરાબ કાર્યોથી બચીને રહેવાનું નામ છે.