નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દુઆ કરી: હે અલ્લાહ! હું પણ માનવી જ છું, જે પ્રમાણે માનવી ક્રોધિત થાય છે મને પણ ગુસ્સો આવે છે, તે દરેક મોમિન જેને મેં કોઈ ઈજા પહોંચાડી હોય અથવા અપશબ્દો કહ્યા હોય અથવા તેને શાપ આપ્યો હોય અને તેના વિરુદ્ધ તારી કૃપાથી દૂર થવાની દુઆ કરી હોય, અથવા જેને કોરડા માર્યા હોય અથવા માર માર્યો હોય, તેના માટે પવિત્રતા, નિકટતાનો સ્ત્રોત, પ્રાયશ્ચિત અને કૃપા બનાવી દે, જેના દ્વારા તું તેના પર દયા કરે.