આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ વ્યાપક દુઆઓને પસંદ કરતાં હતા અને તે સિવાયની દુઆઓને છોડી દેતા હતા. સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

નબી ﷺ તે દુઆઓને વધુ પસંદ કરતા હતા જેમાં દુનિયા અને આખિરત બંનેની ભલાઈ શામેલ હોય અને જેના શબ્દો ઓછા અને અર્થ વધારે હોય, અને જેમાં ખૂબ જ અલ્લાહના વખાણ હોય, અને જેમાં સારા હેતુઓ હોય, તે સિવાયની દુઆઓ છોડી દેતા હતા.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • વ્યાપક શબ્દો વાળી દુઆઓ જેમાં દરેક પ્રકારની ભલાઈ શામેલ હોય, તે દુઆઓ કરવી મુસ્તહબ છે, અને કોઈ સવાલ પ્રત્યે પોતાને સંકટમાં નાખવો યોગ્ય નથી, અને ન તો અલ્લાહના નબી ﷺનું માર્ગદર્શન છે.
  • વ્યાપક શબ્દો ફક્ત નબી ﷺને જ આપવામાં આવ્યા હતા.
  • નબી ﷺ દ્વારા સાબિત દુઆઓ કરવા પર પ્રોત્સાહન, ભલેને તે લાંબી દુઆઓ હોય, તે પણ અલ્લાહના નબીની વ્યાપક દુઆઓ માંથી છે.
explain-icon

વધુ