આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે નિઃશંક જ્યારે કોઈ મુસલમાન અલ્લાહ પાસે દુઆ કરે છે, અને કોઈ વસ્તુ માંગે છે, જેમાં કોઈ ગુનાહનું કાર્ય ન હોય, જેમાં ગુનાહ અને અત્યાચારના માર્ગ માટે સરળતાની દુઆ કરવામાં આવી ન હોય, અને સબંધ તોડવાની વાત પણ કરવામાં આવી ન હોય, જાણે કે તે પોતાના સંતાન અને સબંધીઓ માટે દુઆ કરી રહ્યો હોય, તો અલ્લાહ તઆલા તેને ત્રણ વસ્તુઓ માંથી કોઈ એક વસ્તુ જરૂર આપે છે. તેની દુઆ ત્યારે જ કબૂલ કરવામાં આવે છે અને તે પ્રમાણે તેને આપી દેવામાં આવે છે. અથવા તો અલ્લાહ તે દુઆને આખિરત માટે સંગ્રહ કરી લે છે, તેને ઉચ્ચ બદલો અને દરજ્જો આપવા માટે, અથવા દયા કરવા તેમજ ગુનાહોથી માફ કરે છે. અથવા તો દુઆ માફક દુનિયાની કોઈ બુરાઈ, જે તેને પહોંચવાની હતી તે દૂર કરી દે છે. સહાબાઓએ આપ ﷺએ કહ્યું: આ રીતે તો અમારે ખૂબ દુઆઓ કરવી જોઈએ, આ મહત્ત્વતા માંથી કોઈ એકની પ્રાપ્તિ માટે. તો નબી ﷺએ કહ્યું: જે કંઈ અલ્લાહ પાસે છે, તે ઘણું છે, જેનો લોકો સવાલ કરી રહ્યા છે, તેની અતા ક્યારેય પૂર્ણ અને ખતમ નહીં થાય.