આ હદીષમાં નબી ﷺએ દુઆને કોઈ પણ વસ્તુ સાથે જોડવાથી રોક્યા છે, અહીં સુધી કે તેણે અલ્લાહની મરજી સાથે પણ જોડવામાં ન આવે, આ એક જાણીતી અને ચોક્કસ બાબત છે કે જ્યાં સુધી પવિત્ર અલ્લાહ ન ઈચ્છે તો તે માફ નથી કરતો, એટલા માટે તેની ઈચ્છા નક્કી કરવાનો કોઈ અર્થ નથી; કારણકે તે ફક્ત તે જ કાર્યો કરે છે, જેની તે ઈચ્છા કરે છે, બસ પવિત્ર અને વ્યાપક અલ્લાહ પર કોઈ બળજબરી નથી, અને આજ વાતનો ઉલ્લેખ નબી ﷺએ હદીષના અંતમાં કહ્યું કે અલ્લાહ પર કોઈ બળજબરી નથી, જેમકે કોઈ વસ્તુ પણ તેના પર પ્રભુત્વ મેળવી શક્તિ નથી જે તેણે આપી છે, ન તો કોઈ વસ્તુ તેને આધીન કરી શકે છે, ન તો કોઈ વસ્તુ તેના કરતાં મોટી છે, અહીં સુધી કે આ શબ્દો કહેવા: જો તું ઈચ્છે, અને તેને તેની મરજી પર આધારિત કરવું તે તેની માફીના ભાગ પાડવા જેવુ છે, બસ કોઈ વ્યક્તિ કહે: જો તું મને ફલાણી વસ્તુ આપવા ઈચ્છતો હોય તો આપ, આ શબ્દોનો ઉપયોગ ફક્ત ત્યારે જ થાય છે જ્યારે કોઈ નાપસંદ બાબત હોય, અથવા તે તેનાથી અસક્ષમ હોય, અને જો પરેશાનીના સમયે શક્તિશાળીને કોઈ જરૂરત પડે છે, તો તેણે પણ પોતાનો સવાલ મક્કમતાથી કરવો જોઈએ, અને એક જરૂરતમંદ કેવી રીતે સવાલ કરે છે એ રીતે તેણે પણ અલ્લાહ પાસે સવાલ કરવો જોઈએ; કારણકે તે દરેક વસ્તુથી સંપૂર્ણ બેનિયાઝ છે અને દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.