આ હદીષમાં નબી ﷺએ દુઆ દરમિયાન હાથ ઉઠાવવા પર ઊભાર્યા છે, અને જણાવ્યું કે પવિત્ર અલ્લાહ (હય્યુન) ખૂબ જ હયાદાર છે, અને તે આપવાનું છોડતો નથી, અને તે બંદા સાથે તે જ વ્યવહાર કરે છે, જેનાથી તે ખુશ થાય છે, અને તેને નુકસાનમાં નથી છોડતો, અને તે (કરીમ) અર્થાત્ તે સવાલ કર્યા વગર આપનાર છે તો પછી સવાલ કરવા પર કેમ ન આપે! તેણે પોતાના મોમિન બંદાથી શરમ આવે છે કે તે દુઆ માટે હાથ ઉઠાવે અને તે પોતાના હાથ નિરાશ અને ખાલી નીચે કરી દે.