નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેમના સહાબા વિષે વાત પહોંચી કે તેઓ વધુ પ્રમાણમાં મસઅલા વિશે પૂછી રહ્યા છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગુસ્સે થયા અને લોકોને વક્તવ્ય આપ્યું, અને કહ્યું: મારી સમક્ષ જન્નત અને જહન્નમ લાવવામાં આવી; આજના દિવસ કરતા પહેલા મેં ક્યારેય આટલી ભલાઈ નથી જોઈ, જે મેં જન્નતમાં જોઈ અને ન તો આજ પહેલા એટલી બુરાઈ જોઈ જેટલી મેં આજે જહન્નમમાં જોય, જો તમે તે જોઈ લો જે મેં જોયું છે, અને તે જાણી લો જે મેં આજે જોયું છે, તો તમે ભયભીત થઈ ઓછું હસતા અને રડતા વધારે. અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તેમના સહાબાઓ માટે તે દિવસથી વધુ સખત કોઈ દિવસ ન હતો, તેઓ પોતાના માથું ઝુકાવી, તેમના રડવાની તીવ્રતાના કારણે તેમના નાકમાંથી અનુનાસિક અવાજ સાથે રડવાનો અવાજ આવવા લાગ્યો. તો ઉમર રઝી અલ્લાહુ અન્હુ ઊભા થયા અને કહ્યું: "રઝીના બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ નબિય્યા" (અમે રાજી છે અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નબી હોવાથી.) અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: એક વ્યક્તિ ઊભો થયો અને કહ્યું: મારા પિતા કોણ છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ફલાણા તારા પિતા છે», તો આયત ઉતરી: {હે ઈમાનવાળાઓ! એવી વાતો વિશે સવાલ ન કરો કે જો તમને તે વાત જણાવી દેવામાં આવે તો તમને પસંદ નહી આવે} [અલ્ માઇદહ: ૧૦૧].