આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ ફજર પછી દરરોજ સવારે અને દરરોજ સૂર્યાસ્ત પહેલા આ દુઆ ત્રણ વખત પઢી લેશે: (બિસ્મિલ્લાહિ) હું દરેક પ્રકારની પરેશાનીઓ પ્રત્યે મદદ અને સુરક્ષા માંગુ છું (અલ્લઝી લા યઝુર્રુ મઅ) આ ઝિક્ર (ઇસ્મિહી) અર્થાત્ (કોઈ પણ વસ્તુ) ભલેને ગમે તેટલી મોટી હોય (જમીનમાં) તેની દરેક મુસીબતો (અને આકાશ માંથી) ઉતરતી મુસીબતો (વ હુવસ્ સમીઉલ્) આપણી જબાન વડે નીકળતા દરેક શબ્દ (અલ્ અલીમ) આપણી પરિસ્થિતિ. જે વ્યક્તિ સાંજે ત્રણ વખત આ દુઆ પઢી લેશે, તો તેને સવાર સુધી અચાનક કોઈ તકલીફ નહિ પહોંચે, અને જે સવારમાં ત્રણ વખત આ દુઆ પઢી લેશે, તેને સાંજ સુધી અચાનક કોઈ તકલીફ નહીં પહોંચે, અબાન બિન ઉષ્માન આ હદીષ રિવાયત કરનાર તાબઇને લકવો મારી ગયો, શરીરનો એક ભાગ કામ કરતો બંધ થઈ ગયો, એક વ્યક્તિ જેણે આ હદીષ અબાન બિન ઉષ્માન દ્વારા સાંભળી હતી, આશ્ચર્યચકિત થઈ આવ્યો! તે વ્યક્તિએ કહ્યું: આ તમને શું થઈ ગયું?! તેમણે જવાબ આપ્યો અલ્લાહની કસમ! મેં ઉષ્માન વિશે જૂઠું નથી કહ્યું અને ન તો ઉષ્માન બિન અફાફન રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે જૂઠું કહ્યું છે, પરંતુ જે દિવસે મને લકવો માર્યો, તે દિવસે અલ્લાહએ મારા ભાગ્યમાં લખ્યું હશે, તે દિવસે હું ગુસ્સામાં હતો, અને આ દુઆ પઢવાનું ભૂલી ગયો હતો.