મહાન સહાબી અબ્દુલ્લાહ બિન ખુબૈબ રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે: તેઓ એક રાત્રે નબી ﷺ ને શોધવા માટે નીકળ્યા, જે અંધકાર ભરી રાત અને વરસાદી હતી, જેથી નબી ﷺ તેમને નમાઝ પઢાવે, તો તેમણે નબી ﷺ ને શોધી કાઢ્યા, તો નબી ﷺ એ તેમને કહ્યું: "કહો" અર્થાત્ પઢો, તો તેમણે કઈ ન પઢયુ, તો નબી ﷺ એ ફરી વાર કહ્યું, તો અબ્દુલ્લાહએ કહ્યું: હે અલ્લાહના પયગંબર ! હું શું પઢું? તો નબી ﷺ એ કહ્યું: સૂરે ઇખલાસ પઢો {તમે કહી દો કે અલ્લાહ એક જ છે.}, અને સવાર સાંજ ત્રણ વખત મુઅવિઝતૈન {સૂરે ફલક} અને {સૂરે નાસ} પઢો, જે તમારા માટે દરેક બુરાઈથી પૂરતી થઈ જસે, અને તમને દરેક બુરાઈઓથી સુરક્ષિત રાખશે.