આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે બંદો પોતાના પાલનહારની સૌથી નજીક સિજદાની સ્થિતિમાં હોય છે, એટલા માટે કે માનવી પોતાના શરીરનો સૌથી શ્રેષ્ઠ ભાગ અલ્લાહ માટે વિનમ્રતા પ્રાપ્ત કરવા માટે જમીન પર મૂકી દે છે. નબી ﷺ એ આદેશ આપ્યો કે તમે સિજદાની સ્થિતિમાં વધુમાં વધુ દુઆ કરો, જેમાં અલ્લાહ સમક્ષ અલ્લાહ માટે પોતાની વાત અને અમલ બન્ને વડે પોતાની લાચારી જાહેર કરી શકે.