નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ખરેખર અલ્લાહ તઆલા પવિત્ર, પ્રતિષ્ઠિત છે, દરેક ખામી અને નુકસથી સંપૂર્ણ રીતે પાક છે, તે સંપૂર્ણતાનો માલિક છે, તે તે જ કાર્યો, વાતો અને માન્યતાઓને સ્વીકારે છે જે પવિત્ર હોય, અને જેને ફકત તેની પ્રસન્નતા માટે અને તેના પયગંબરના તરીકા મુજબ કરવામાં આવ્યા હોય, ફક્ત આ જ માર્ગ અપનાવી આપણે અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરી શકીએ છીએ, મોમિન માટે તેમના અમલની પવિત્રતા પ્રાપ્ત કરવા માટેનો એક ભવ્ય માર્ગ એ કે તેનું ખાવાનું હલાલ હોવું જોઈએ, હલાલ ખાવાના કારણે તેના કાર્યો પાક થઈ જાય છે, આજ કારણે અલ્લાહએ પયગંબરને હલાલ રોજી ખાવાનો આદેશ આપ્યો એ જ રીતે મોમિનોને પણ હલાલ રોજી ખાવાનો આદેશ આપ્યો, અને અલ્લાહ તઆલાએ કહ્યું: {હે પયગંબરો ! પાક વસ્તુ ખાઓ અને સત્કાર્ય કરો, તમે જે કંઇ પણ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણું છું}. એક બીજી જગ્યાએ કહ્યું: {હે ઇમાનવાળાઓ ! જે પવિત્ર વસ્તુઓ અમે તમને આપી છે તેને જ ખાઓ}. ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હરામ માલ ખાવાથી રોક્યા; કારણકે તે અમલને બાતેલ કરે છે અને અમલ કબૂલ થવામાં રોક લગાવે છે, ભલે ને તે કબૂલ થવા માટે ઘણો પ્રયત્ન કેમ ન કરતો હોય; તેમાંથી: પહેલું: કોઈ સત્કાર્ય જેમકે હજ, જિહાદ (યુદ્ધ) અને સંબંધ જોડવા માટે તે લાંબો સફર કરે છે. બીજું: માનવીનું પરેશાન થવું, જેમકે તેના વાળ વિખેરાયેલા હોય, અને માટી લાગવાના કારણે તેના શરીર અને કપડાંનો રંગ બદલાય ગયો હોય. ત્રીજું: દુઆ કરતા આકાશ તરફ હાથ ઉઠાવવા. ચોથું: અલ્લાહના પવિત્ર નામોને વસીલો બનાવી ખૂબ વિનંતી સાથે દુઆ કરવી, જેમકે હે મારા પાલનહાર! હે મારા પાલનહાર! કહેવું. દુઆ કબૂલ થવાના દરેક કારણ હોવા છતાંય માનવીની દુઆ કબૂલ કરવામાં નથી આવતી, કારણકે તેનું ખાવાનું હરામ, તેનું પીવાનું હરામ, તેના કપડાં હરામના છે, અને તેનું ભરણપોષણ પણ હરામ માલ વડે થયું છે, તો તેની દુઆ કઈ રીતે કબૂલ થઈ શકે?!