આપ ﷺ વર્ણવ્યું કે અલ્લાહ તઆલાએ નેકી અને બુરાઈ માટે એક કાયદો નક્કી કરી દીધો છે, પછી ફરિશ્તાઓને જાણ કરી દીધી કે નેકી અને બુરાઈ લખવાનો તરીકો કઈ રીતે હશે: જે વ્યક્તિ ઈરાદો કરે અને મજબૂત ઈરાદો કરે તો અલ્લાહ તઆલા તેના માટે એક નેકી લખી દે છે, ભલેને તેણે ઈરાદા પ્રમાણે અમલ ન કર્યો હોય, અને જો તે ઈરાદા પ્રમાણે નેકી કરી લે તો અલ્લાહ તઆલા તેની નેકી દસ થી લઈ કે સાતસો ગણી અથવા તેના કરતાં પણ વધારે લખી શકે છે, અને આ વધારો તેના ઇખલાસ પ્રમાણે કરવામાં આવે છે. અને જે વ્યક્તિ બુરાઈ કરવાનો મજબૂત ઈરાદો કરી લે પછી જો તે અલ્લાહ માટે તે બુરાઈ છોડી દે અને તેના પર અમલ ન કરે તો અલ્લાહ તઆલા એક નેકી લખે છે અને જો તેણે પોતાની વ્યસ્તતા અથવા સ્ત્રોત ન હોવાના કારણે તે બુરાઈ છોડી દીધી હશે, તો તેના માટે કઈ જ નથી અને જો તે બુરાઈ કરવા માટે લાચાર બની જાય, તો ત્યારે તેની નિયત જોવામાં આવશે, અને જો તે ઈરાદા પ્રમાણે બુરાઈ કરી લે તો તેના માટે એક બુરાઈ લખવામાં આવે છે.