આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જુમ્માના દિવસે વહેલા મસ્જિદમાં નમાઝ માટે આવવાની મહત્ત્વતા વર્ણન કરી રહ્યા છે, અને આ સમય સૂર્યોદયથી શરૂ થાય છે અને ત્યાં સુધી કે જ્યારે ઇમામ આવી પહોંચે, આટલા સમયમાં પાંચ ઘડીઓ વર્ણન કરી છે, અને આ ઘડીઓને સૂર્યોદય પછી લઈ કે ઇમામ જ્યાં સુધી મિમ્બર પર ખૂતબો આપવા માટે ન પહોંચે, ત્યાં સુધી સમયને પાંચ ભાગમાં વહેંચાયેલો છે: પ્રથમ: જે વ્યક્તિ જનાબતના ગુસલની જેમ જ સંપૂર્ણ ગુસલ કરે, ફરી મસ્જિદ તરફ જુમ્મા માટે પહેલી ઘડીએ નીકળે તો તેને એક ઊંટ સદકો કરવાનો સવાબ મળે છે. બીજું: જે વ્યક્તિ બીજી ઘડીએ મસ્જિદ પહોંચે, તો તેને એક ગાય બરાબર સદકો કરવાનો સવાબ મળે છે. ત્રીજું: જે વ્યક્તિ ત્રીજી ઘડીએ મસ્જિદ પહોંચે, તો તેને એક ઘેટા બરાબર સદકો કરવાનો સવાબ મળે છે, અને તે ઘેટાની નસલમાં નર જાનવર. ચોથું: જે વ્યક્તિ ચોથી ઘડીએ મસ્જિદ પહોંચે, તો તેને એક મરઘી બરાબર સદકો કરવાનો સવાબ મળે છે. પાચમું: જે વ્યક્તિ પાંચમી ઘડીએ મસ્જિદ પહોંચે તો તેને એક ઈંડા બરાબર સદકો કરવાનો સવાબ મળે છે. બસ જ્યારે ઇમામ ખુતબો આપવા માટે મિમ્બર પર ચઢે; તો દરવાજા પર લોકોના સવાબની નોંધણી કરવા માટે બેસેલા ફરિશ્તાઓ રુકી જાય છે, અને જે પહેલા આવ્યો તેને પહેલી ઘડીનો સવાબ મળશે, અને ફરિશ્તાઓ ખુતબો સાંભળવા બેસી જાય છે.