આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કોઈ દિવસ એવો નથી જેમાં સુર્ય નીકળે છે, પરંતુ બે ફરિશ્તાઓ ઉતરે છે અને દુઆ કરે છે, અને તેમાંથી એક કહે છે: હે અલ્લાહ! જે વ્યક્તિ અનુસરણના માર્ગ, જેમકે નેકીના કામો, પત્ની, બાળકો અને સંબંધીઓ પર ખર્ચ કરે છે, તેને દુનિયા અને આખિરતમાં શ્રેષ્ઠ બદલો આપ. અને બીજો ફરિશ્તો કહે છે: હે અલ્લાહ! એવો કંજૂસ વ્યક્તિ જે પોતાના પર જરૂરી ખર્ચ પણ ન કરતો હોય, તો તેને અને તેના ઘનને નષ્ટ કરી દે.