જ્યારે નબી ﷺ જનાબતનું ગુસલ કરવાનો ઇરાદો કરતાં તો સૌથી પહેલા પોતાના બંને હાથ ધોતાં. ફરી વઝૂ કરતાં જે રીતે નમાઝ માટે કરતાં, ફરી ગુસલ કરતાં, ફરી શરીર પણ પાણી નાખતા, ફરી પોતાના હાથ વડે માથામાં પાણી નાખી માલિશ કરતાં, જ્યારે તેમને યકીન થઈ જતું કે પાણી વાળના મૂળયા સુધી પહોંચી ગયું છે, તો ત્રણ વખત માથા પર પાણી નાખતા, ફરી સંપૂર્ણ શરીર ધોઈ લેતા. આયશા રઝી અલ્લાહુ અન્હા કહે છે: હું અને નબી ﷺ એક સાથે ગુસલ કરતાં હતા અને એક જ સમયે વાસણ માંથી પાણી લેતા હતા.