આ હદીશમાં ઉમ્મુલ્ મુઅમિનીન મૈમુનહ રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના જનાબતના ગુસલ (સ્નાન) કરવાનો તરીકા વિજણાવી રહ્યા છે, કે મેં તેમના માટે પાણી મૂક્યું, અને એક કપડાં વડે પડદો કર્યો, (જેથી તે ગુસલ (સ્નાન) કરે), તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ નીચે પ્રમાણેના કાર્યો કર્યા: પહેલું: બંને હાથને વાસણમાં નાખતા પહેલા તેના પર પાણી નાખી તેને ધોયા. બીજું: ફરી જમણા હાથ વડે પોતાના ડાબા હાથ પર પાણી નાખી પોતાના ગુપ્તાંગને ધોયા, જેથી જનાબતના કારણે જે ગંદકી લાગેલી છે તે સાફ થઈ જાય. ત્રીજું: ફરી પોતાના હાથ જમીન પર મારી તેને ઘસ્યા અને ગંદકી દૂર કરવા તેને ધોયા. ચોથું: મઝમઝહ કર્યો; એટલે કે મોઢામાં પાણી નાખી કોગળા કર્યા, ફરી ઇસ્તિનશાક કર્યું, તે એ કે નાકમાં પાણી નાખી તેને આંગળી વડે સાફ કરી બહાર કાઢ્યું જેથી નાક સાફ થઈ જાય. પાંચમું: પોતાનો ચહેરો અને હાથ કોળી સુધી ધોયા. છઠ્ઠુ: પોતાના માથા પર પાણી નાખ્યું. સાતમું: બાકી રહેલા સંપૂર્ણ શરીર પર પાણી નાખ્યું. આઠમું: જગ્યા બદલી ઊભા થઈ પોતાના બંને પગ ધોયા, જેને પહેલા ધોયા ન હતા. ફરી મૈમુનહ રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) પાણીને સાફ કરવા માટે એક કપડું લઈને આવ્યા, પરંતુ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તે ન લીધું, અને પોતાના શરીર પર લાગેલા પાણીને પોતાના હાથ વડે સાફ કરવા લાગ્યા.