અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરી રહ્યા છે, અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને યમન મોકલ્યા, તેમને ત્યાં બનવવામાં આવતા કેટલાક નશીલા પદાર્થ વિશે સવાલ કર્યો કે તે હલાલ છે કે હરામ? તો આપે તેના વિશે વધુ માહિતી લીધી. અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તે પદાર્થ બિતઅ અર્થાત્ મધથી બનતી શરાબ અને મિઝર અર્થાત્ જુવારથી બનતી શરાબ છે. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેમને વિપુલ શબ્દો દ્વારા વાતચીત કરવાની ગુણવત્તા આપવામાં આવી હતી, કહ્યું: «દરેક કેફી પદાર્થ હરામ છે».