અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે તેઓ અબૂ તલ્હાના ઘરે શરાબ પીવડાવી રહ્યા હતા, તે સમયે ખજૂરથી જ શરાબ બનાવતા હતા, ખજૂરને સુકાવી તેના રસ દ્વારા બનાવી લેતા, પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક અવાજ આપનારને મોકલ્યો, તેણે બૂમ પાડી અને કહ્યું: ખબરદાર શરાબ હરામ થઈ ગઈ છે, અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અબૂ તલ્હાએ મને કહ્યું: બહાર જઈ આ જેટલી શરાબ છે, તે વહાવી દો, હું બહાર નીકળ્યો અને બધી જ શરાબ વહાવી દીધી, મદીનાની ગલીઓમાં શરાબ વહેવા લાગી, કેટલાક લોકોએ કહ્યું: કેટલાક લોકોને કતલ કરી દેવામાં આવ્યા, એ સ્થિતિમાં કે તેમના પેટમાં હજુ શરાબ હતી, તો અલ્લાહ તઆલાએ આ આયત ઉતારી: {જે લોકો ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમને એ વાત પર કઈ ગુનોહ નથી થાય, જે તેઓ (શરાબ પીવા પર રોક આવવા પહેલા) પી લીધું છે} [અલ્ માઈદહ: ૯૩] આયત સુધી. અર્થાત્: જે લોકો ઇમાન લાવ્યા છે તેમના પર શરાબ હરામ થવા પહેલા જો પીધી હશે તો તેમના પર કોઈ ગુનોહ નથી.