અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુએ અલ્લાહ તઆલાની આ આયત વિષે જણાવ્યું: {જે કોઈ જુલમ કરતા મસ્જિદે હરામમાં અવજ્ઞા કરશે, આવા લોકોને અમે દુ:ખદાયી અઝાબ ચખાડીશું} [અલ્ હજ્જ: ૨૫] કહ્યું: જો કોઈ વ્યક્તિ મક્કાહના હરમમાં કોઈ ખરાબ કામ કરવાનો ઇરાદો કરે, અને પોતાની જુબાન વડે હરમની પવિત્રતાનું ઉલંઘન કરવાનો ઇરાદો કરે અથવા અત્યાચાર રૂપે કતલ કરે તે જુલમ છે, અને જે આ પ્રમાણેનો ઇરાદો તે યમનમાં આવેલા અદન શહેરમાં રહી કરે, તો તે તેના કારણે અલ્લાહના દુ:ખદાઈ અઝાબનો હકદાર બની જાય છે, ભલેને તે તે કાર્ય ન કરે, તેનો ઇરાદો અઝાબ માટે પૂરતો છે.