તાવૂસ રહિમહુલ્લાહ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં આપ ﷺ ના ઘણા સાથીઓને કહેતા સાંભળ્યા, તેઓ કહેતા હતા કે દરેક વસ્તુ તકદીર મુજબ છે, મે અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુ ને કહેતા સાંભળ્યા, તેઓ કહેતા હતા: નબી ﷺ એ કહ્યું: «દરેક વસ્તુ તકદીર મુજબ જ છે, અહીં સુધી કે અસક્ષમતા તથા સક્ષમતા અથવા સક્ષમતા તથા અસક્ષમતા». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આપ ﷺ એ સ્પષ્ટ કહી દીધું કે દરેક વસ્તુ તકદીર મુજબ છે; અહીં સુધી કે અસક્ષમતા પણ: અર્થાત્ બંદા પર જરૂરી કાર્યો છે તેને છોડી દેવું, દુનિયા અને આખિરતના કામોમાં સમય કરતાં વધારે વિલંબ કરવો. અહીં સુધી કે સક્ષમતા પણ: અર્થાત્ દુનિયા અને આખિરતના કામોમાં ચપળતા અને હોશિયારી. અને એ કે અલ્લાહ તઆલા એ અસક્ષમતા અને સક્ષમતા પણ તકદીરમાં લખી છે અને દરેક વસ્તુની તકદીર લખી જ છે, કોઈ પણ વસ્તુ અલ્લાહના ઇલ્મ અને તેની ઈચ્છા વગર જે પહેલા લખવામાં આવ્યું છે, અસ્તિત્વમાં નથી આવતું.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • તકદીર વિષે સહાબા રઝી અલ્લાહુ અન્હુમના અકીદહની સ્પસ્ટતા.
  • દરેક વસ્તુ અલ્લાહની તકદીર મુજબ જ છે અહીં સુધી કે અસક્ષમતા અને સક્ષમતા પણ.
  • આપ ﷺ ની હદીષ નકલ બાબતે સહાબાની સાવધાની.
  • સારી અને ખરાબ તકદીર પર ઈમાન.
explain-icon

વધુ