આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે જ્યારે અલ્લાહ તઆલા કોઈ બંદા માટે કોઈ જમીન પર તેના મૃત્યુનો નિર્ણય કરી લે છે અને તે હાલ તે જગ્યા પર હાજર નથી હોતો તો અલ્લાહ એવા કારણો અને સ્ત્રોત પેદા કરે છે, જેથી બંદો ત્યાં પહોંચી જાય છે અને તેના પ્રાણ કાઢી લેવામાં આવે છે.