નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે ઇસ્લામ દીન જમીનના દરેક ખૂણા સુધી પહોંચશે, જ્યાં જ્યાં દિવસ અને રાત થાય છે, ત્યાં ત્યાં આ દીન (ઇસ્લામ) જરૂર પહોંચશે, અને અલ્લાહ તઆલા કોઈ શહેર, ગામડા, ગલી, રણનું એક પણ ઘર બાકી નહીં રાખે, જ્યાં અલ્લાહએ પોતાનો દીન પહોંચાડ્યો ન હોય. જે વ્યક્તિ આ દીનનો સ્વીકાર કરશે અને ઇમાન લાવશે તો તે ઇસ્લામે આપેલ ઇઝ્ઝત પામશે. અને જે વ્યક્તિ ઇસ્લામને અપનાવવાથી ઇન્કાર કરશે અને કુફ્ર કરશે, તો તેં અપમાનિત થશે. ફરી સહાબી તમીમ દારી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ જણાવ્યું કે આ હદીષમાં વર્ણન કરેલ વાતને મેં મારા ઘરમાં જોઈ, જે વ્યક્તિ ઇસ્લામ લાવ્યો તેને ઇઝ્ઝત, પ્રતિષ્ઠતા અને ભલાઈ મળી, અને જે વ્યક્તિએ કુફ્ર કર્યુ, તો તે અપમાનિત થયો, અને સાથે સાથે તેને મુસલમાનોને ટેક્સ (કરવેરો) પણ આપવો પડ્યો.