આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે જે વ્યક્તિએ પણ સૂરે અલ્ કફફની પહેલી દસ આયતો યાદ કરી તો તે દજ્જાલના ફિતનાથી બચી જશે અને સુરક્ષિત થઈ જશે, જે અંતિમ સમયમાં નીકળશે અને લોકોને પોતાની ઈબાદત કરવા પર આમંત્રિત કરશે, અને તેનો ફિતનો આદમ અલૈહિસ્ સલામથી લઈને કયામત સુધી જમીન પર સૌથી મોટો ફિતનો હશે, જો કે અલ્લાહ તઆલાએ તેને કેટલાક મુઅજિઝાઓ આપ્યા, જેથી તે પોતાના અનુયાયીઓને ફિતનામાં નાખશે, અને સૂરે અલ્ કહફની પહેલી દસ આયતોમાં તેના કરતાં વધુ અનોખા મુઅજિઝા વર્ણન થયા છે, એટલા માટે જે કઈ પણ તેમાં ચિંતન મનન કરશે તે દજ્જાલના ફિતનામાં સપડાવવાથી બચી જશે. અને બીજી રિયાવતમાં છે: સૂરે કહફની છેલ્લી દસ આયતો, જેમાં અલ્લાહએ કહ્યું: {શું કાફિરો એવું સમજી બેઠા છે કે મારા વગર તે મારા બંદાઓને પોતાની મદદ કરવાવાળા બનાવી લેશે?...}.