એક યહૂદી વ્યક્તિ મોમિનોના અમીર ઉમર રઝી અલ્લાહુ અન્હુ પાસે આવ્યો અને કહ્યું: કુરઆન મજીદમાં તમે એક આયત પઢો છો, જો તે આયત યહૂદી પંથ માટે ઉતરતી, અર્થાત્ અમારી કિતાબ તૌરાતમાં, તો અમે તે દિવસને ઈદનો દિવસ મનાવતા, આ મહાન આયત ઉતારી, તે બદલ પાલનહારનો આભાર વ્યક્ત કરતા, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કંઈ આયત છે? તેણે કહ્યું: {આજે મેં તમારા માટે દીનને સંપૂર્ણ કરી દીધો અને તમારા પર મારી કૃપા પુરી કરી દીધી અને તમારા માટે ઇસ્લામના દીન હોવા પર રાજી થઇ ગયો}. ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તે દિવસને હું પણ જાણું છું અને જે જગ્યા પર આ આયત ઉતરી તે જગ્યાને પણ જાણું છું, આ ઈદના દિવસે ઉતરી અને તે જુમ્માનો દિવસ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જુમ્માના દિવસે અરફહમાં ઉભા હતા, અને તે બન્ને દિવસો મુસલમાન માટે મહાન છે.