જયારે અલ્લાહએ પોતાના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર આ આયત ઉતારી, જેમાં પવિત્ર અલ્લાહએ કહ્યું: {આકાશો અને ધરતીની દરેક વસ્તુ અલ્લાહની માલિકી હેઠળ જ છે} સજર્ન, પ્રભુત્વ, નિયંત્રણ અને વ્યવસ્થા માં, {અને જે તમે જાહેર કરો છો} જે તમે જાહેર કરો છે, {જે કંઈપણ તમારા દિલમાં છે} દિલોમાં છે, {અથવા છુપાવો છો} જે કંઈપણ તમે તમારા હૃદયમાં છુપાવો {તેનો અલ્લાહ તમારી પાસે હિસાબ લે શે} કયામતના દિવસે. {પછી જેને ઇચ્છશે તેને માફ કરી દેશે} પોતાની કૃપા અને દયાથી, {અને જેને ઇચ્છશે તેને સજા આપશે} પોતાના ન્યાયથી, {અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે} તેના માટે કંઈપણ અશક્ય નથી. જયારે સહાબાઓએ આ આયત સાંભળી, તો તેમના માટે મુશ્કેલી થઇ ગઈ; કારણકે તેમાં દિલમાં આવતા વસવસા પણ પકડની વાત કરવામાં આવી છે. તેઓ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા અને ઘૂંટણિયે પડીને કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમને શારીરિક ઈબાદતોનો આદેશ આપવામાં આવ્યો, જે અમે કરી શકીએ છીએ, જેમકે નમાઝ, રોઝા, જિહાદ (યુદ્ધ) અને સદકો, પરંતુ આ આયત જે તમારા પર ઉતારવામાં આવી છે, જેને કરવા પર અમે સક્ષમ નથી. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને કહ્યું: શું તમે યહૂદીઓ અને ઈસાઈઓ માફક કહો છો: {અમે સાંભળ્યું અને અવજ્ઞા કરી}? પરંતુ કહો: {અમે સાંભાળ્યું અને અનુસરણ કર્યું, હે અમારા પાલનહાર અમને માફ કરી દે અમારે તારી તરફ જ ફરવાનું છે}, સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ અલ્લાહ અને તેના પયગંબરના આદેશને સ્વીકારી લીધો, અને તેમણે કહ્યું: અમે સાંભળ્યું અને અનુસરણ કર્યું, હે અમારા પાલનહાર! અમને માફ કરી દે અમારે તારી તરફ જ ફરવાનું છે. બસ જયારે મુસલમાનોએ પોતાની જબાન વડે કહ્યું અને તેના પ્રત્યે સમર્પિત થયા; તો અલ્લાહએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પોતાની કોમથી પવિત્રતા માટે કહ્યું: {પયગંબરો પર જે કંઈ તેમના પાલનહાર તરફથી ઉતર્યું, તેના પર તે પોતે પણ ઇમાન લાવ્યા અને સૌ ઇમાનવાળાઓ પર ઈમાન લાવ્યા}, તેઓ પોતાની જબાન અને હૃદય દ્વારા અલ્લાહના આદેશને આધીન થઇ ગયા. {તેઓ અલ્લાહ તઆલા, અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના પયગંબરો પર ઇમાન લાવે છે, અને કહે છે કે અમે પયંગબરો માંથી કોઇ પયગંબર વચ્ચે તફાવત નથી કરતા}. પરંતુ તેઓ દરેક પર ઈમાન લાવ્યા {અમે આદેશો સાંભળ્યા } તરા કથન દ્વારા, {અને આજ્ઞાનું પાલન કર્યું}, તારી માફી દ્વારા, {અમને તારી જ તરફ પાછા ફરવાનું છે} અને હિસાબના દિવસે પાછા ફરવાનું છે, બસ જયારે તેઓએ આ પ્રમાણે કર્યું, અને અલ્લાહના આદેશોનું અનુસરણ અને આજ્ઞા પાલન કરતા તે લોકોએ તે જ કહ્યું જે તેમણે કહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો, તો અલ્લાહ આ કોમ પરથી ભાર હળવો કરી દીધો, અને આ આયત દ્વારા તેને રદ કરી દીધો, અલ્લાહએ કહ્યું: {અલ્લાહ તઆલા કોઇ વ્યક્તિને તેની શક્તિ કરતા વધારે તકલીફ નથી આપતો}, તેમની કુદરત, તાકાત અને મહેનત મુજબ, {તેમના માટે} સવાબ છે, {જે તેમને કર્યું છે} જે સત્કાર્યો કર્યા, {અને તેમના પર} સજા છે, {જે તેમને કર્યું છે} ગુનાહ અને પાપ માંથી, અલ્લાહ કોઈને બીજાના પાપોનો ભાર નથી આપતો, અને ન તો પોતના વિચારો પર જવાબદાર ઠેરવે છે. {હે અમારા પાલનહાર! અમારી પકડ ન કરજે} અને સજા ન આપજે {જો અમે ભૂલી જઈએ} જે અમને યાદ ન હોય, અને અજાણતામાં સાચો માર્ગ અપનાવ્યો ન હોય, તો અલ્લાહએ જવાબ આપ્યો, હા, મેં એમ કર્યું. {હે અમારા પાલનહાર! અમારા પર એટલો ભાર ન નાખ}, બોજ અને સખતી, {જે અમારા પહેલાના લોકો પર નાખ્યો હતો} ઇસ્રાઈલની સંતાન માંથી વગેરે, તો અલ્લાહએ જવાબ આપ્યો: હા, મેં એમ કર્યું. {હે અમારા પાલનહાર! જે ભાર અમે ઉઠાવી ન શકતા હોય, તે અમારાથી ન ઉઠવડાવશો} જે તકલીફો કઠિનતાઓ અને કાર્યો, જેનો ભાર ઉઠાવવામાં અમે અસક્ષમ હોય, અલ્લાહએ કહ્યું: હા, મેં એમ કર્યું, {અમારા પાપો પર દરગુજર કર} અમારા પાપોને ખત્મ કરી દે, {અમને માફ કરી દે} અમારા પાપો પર પડદો કર અને તેને દરગુજર કર, {અને અમારા પર દયા કર} તારી વિશાળ કૃપા દ્વારા, {તું જ અમારો માલિક છે}, અમારો માલિક; {તું અમારી મદદ કરી} દીનને પ્રભુત્વ આપી અને પુરાવો સ્થાપિત કરી, {કાફિરો વિરુદ્ધ} તેમની સાથે ઝગડા અને યુદ્ધમાં, તો અલ્લાહએ જવાબ આપ્યો, તો કહ્યું: હા, મેં એમ કર્યું.