આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપણને જણાવ્યું કે જ્યારે હું કોઈ વસ્તુથી તમને રોકુ, તો જરૂરી છે કે કંઈ પણ શંકા કર્યા વગર તેનાથી બચો અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણને કોઈ અમલ કરવાનો આદેશ આપ્યો હોય તેને શક્ય હોય એટલે અંશ સુધી કરવાનો પ્રયત્ન કરવો. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપણને જણાવ્યું કે આપણે પાછળ પસાર થયેલી કોમો જેવા કાર્યો ન કરીએ, જેમણે પોતાના પયગંબરોને ઘણા સવાલો કર્યા અને તેમની સાથે વિવાદ કર્યા, જેના કારણે અલ્લાહ તઆલાએ તેમને અલગ અલગ પ્રકારના અઝાબમાં નાખી તેમને નષ્ટ કરી દીધા, એટલા માટે આપણે તેમના જેવું ન થવું જોઈએ, જેથી આપણે નષ્ટ ન થઈ જઈએ.