નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે સૌથી શ્રેષ્ઠ દિવસ જેમાં સૂર્યોદય થાય છે તે શુક્રવારના દિવસ છે, શુક્રવારના દિવસની મહત્ત્વતાઓ: તે દિવસે આદમ અલૈહિસ્ સલાનનો જન્મ થયો, તે દિવસે તેમને જન્નતમાં પ્રવેશ મળ્યો, તે દિવસે જ તેમને જન્નત માંથી કાઢવામાં આવ્યા અને જમીન પર ઉતારવામાં આવ્યા, અને કયામત પણ શુક્રવારના દિવસે જ આવશે.