ઉબૈ બિન કઅબ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે અન્સારના એક વ્યક્તિને હું જાણું છું, તેનું ઘર મસ્જિદે નબવીથી એટલું દૂર હતું કે બીજા કોઈનું ઘર એટલું દૂર ન હતું, તો પણ તેની એક પણ નમાઝ નહતી જતી; પરંતુ દરેક નમાઝમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે નમાઝમાં હાજર રહેતા, તેને કહેવામાં આવ્યું: તું તારા માટે એક ગધેડો ખરીદી લે, જેથી તું અંધારામાં અને સખત ગરમીના સમયે સવારી કરી આવી શકે, તેણે કહ્યું: મારી ઈચ્છા નથી કે મારું ઘર મસ્જિદની નજીક હોય અથવા બાજુમાં હોય, હું તો ઇચ્છું છું કે મસ્જિદ તરફ મારું ચાલીને આવવું અને મારું ઘર તરફ ચાલતા જવું બન્ને મારા અમલમાં નેકી રૂપે લખવામાં આવે, આપ સલ્લલાહુ અલૈહિ વસલ્લમ સુધી આ વાત પહોંચી, તો આપ સલ્લલાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર અલ્લાહએ આ બધું તમારા માટે ભેગું કરી રાખ્યું છે».