આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ વર્ણન કર્યું કે દરેક મુસલમાન પર દરરોજ તેના શરીરમાં રહેલ જોડ પ્રમાણે આફિયત અને આભાર વ્યક્ત કરતા અલ્લાહ માટે નફિલ સદકો કરવો જરૂરી છે, અને તેના હાડકાને જાળવી રાખવા તેમજ તેને મજબૂત કરવા માટે જોડ બનાવ્યા છે, અને ખરેખર આ સદકો દરેક પ્રકારના સારા કાર્યો પર આધારિત હોય છે, ફક્ત માલ ખર્ચ કરવા પર આધારિત નથી હોતો, જેમકે: બે વ્યક્તિ વચ્ચે ન્યાય કરવો અથવા બે ઝઘડો કરનારની વચ્ચે સમાધાન કરાવવું સદકો છે, કોઈ નિરાધાર વ્યક્તિને પોતાની સવારી વડે મદદ કરવી, તેને સવારી અપાવી અથવા તેનો સામાન ઉઠાવવો પણ સદકાનું કામ છે, સારી વાત કરવી, દરેકને સારા શબ્દો વડે બોલાવવા, અથવા દુઆ આપવી અથવા સલામ કરવું વગેરે પણ સદકો છે, નમાઝ માટે ચાલતા દરેક ડગલાં પણ સદકો છે, રસ્તા પરથી તકલીફ આપનારી વસ્તુઓ હટાવવી પણ સદકો છે.