એક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો અને કહ્યું: (અસ્સલામુ અલયકુમ), તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના સલામનો જવાબ આપ્યો, તે બેસી ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેના માટે દસ નેકીઓ લખવામાં આવી, થોડી વાર પછી એક બીજો વ્યક્તિ આવ્યો તેણે કહ્યું: (અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ), તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના સલામનો જવાબ આપ્યો, તે બેસી ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેના માટે વીસ નેકીઓ લખવામાં આવી, થોડી વાર પછી એક ત્રીજો વ્યક્તિ આવ્યો અને તેણે કહ્યું: (અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ વ બરકાતુહુ), તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના સલામનો જવાબ આપ્યો, તે બેસી ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેના માટે ત્રીસ નેકીઓ લખવામાં આવી, અર્થાત્ દરેક શબ્દ માટે દસ નેકીઓ છે.