આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ લોકો માંથી ત્રણ વ્યક્તિઓ વિશે જણાવ્યું, જેઓ કયામતના દિવસે અલ્લાહના ગુસ્સાના કારણે સજાના હકદાર બનશે, જો તેઓ તૌબા ન કરે અથવા માફી ન માંગે તો: પહેલો અઝાબ: કયામતના દિવસે અલ્લાહ વાત નહીં કરે, પોતાના સખત ગુસ્સાના કારણે, અને તેમનાથી મોઢું ફેરવી લેશે, જો કલામ કરશે તો સરળ કલામ નહીં હોય, પરંતુ ગુસ્સો અને નારાજગી સાથે કલામ કરશે. બીજો અઝાબ: તેમને પવિત્ર નહીં કરે, ન તો તેમની પ્રશંસા કરશે અને ન તો તેમને ગુનાહોથી પાક કરશે. ત્રીજો અઝાબ: તેમના માટે આખિરતમાં સખત અઝાબ હશે. તે ત્રણેય લોકો: પહેલો વ્યક્તિ: તે વૃદ્ધ વ્યક્તિ, જે વ્યભિચાર કરતો હોય. બીજો વ્યક્તિ: એવો ગરીબ જેની પાસે કંઈ માલ ન હોય તો પણ તે લોકો સામે ઘમંડ કરતો હોય. ત્રીજી વ્યક્તિ: જે વેપાર ધંધામાં અલ્લાહનું નામ વધુ લેતો હોય, ખરીદી કરવામાં અને વેચાણ કરતી વખતે તે અલ્લાહની કસમ ખાઈ વેચતો હોય, અથવા માલ વેચવા માટે વસિલો બનાવતો હોય.