આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ બે પ્રકારના લોકોનું ઉદાહરણ વર્ણન કર્યું છે: પહેલો પ્રકાર: સારો અને સાચો દોસ્ત, જે તમને અલ્લાહ અને તેની પ્રસન્નતાવાળા કાર્યો તરફ માર્ગદર્શન આપશે, અને અલ્લાહનું અનુસરણ કરવામાં મદદ રૂપ થશે, બસ તેનું ઉદાહરણ કસ્તુરી (એક પ્રકાની સુગંધ) વેચનાર જેવુ છે, જે તમને ભેટ આપશે અથવા તમે તેની પાસેથી કસ્તુરી ખરીદી લે શો, અથવા તો તમને તેની પાસેથી સુગંધ જ આવશે. બીજો પ્રકાર: ખરાબ દોસ્ત; કારણકે તે તમને અલ્લાહના માર્ગથી રોકશે, અને ખરાબ કાર્યોમાં તમારી મદદ કરશે, અને તમને તેની પાસેથી ખરાબ કાર્યો જ દેખાશે, અને તે પ્રકારના લોકોની જોડે બેસનારની નિંદા જ થાય છે, બસ તેનું ઉદાહરણ ભઠ્ઠી સળગાવનાર જેવુ છે, જે પોતાના ઉડતા તણખાથી તમારા કપડાં બાળી નાંખશે, અથવા તેની નજીક જવાથી તમને દુર્ગંધ જ આવશે.