આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ નાના ગુનાહોને સામાન્ય સમજી કરવાથી રોક્યા છે, જ્યારે તે વધી જાય છે તો નષ્ટતાનું કારણ બને છે, તેના માટે એક ઉદાહરણ આપ્યું કે એક કોમ એક ગુફામાં ઉતરે છે, (તેમને ખાવાની જરૂર પડી, તેઓ આગ સળગાવવા માટે), એક વ્યક્તિ એક નાની લાકડી લઈને આવે, બીજો બીજી નાની લાકડી લઈને આવે, અહીં સુધી કે (આગ સળગી જાય) અને રોટલીઓ બની જાય, એવી જ રીતે નાના નાના ગુનાહ ક્યારે તેની પકડ કરી લેવામાં આવે અને તૌબા કરવાનો પણ સમય ન મળે અથવા અલ્લાહ પાસે માફી માગવાનો પણ સમય ન મળે અને તે નષ્ટ થઈ જાય.